Monday, September 12, 2022

મહત્વપૂર્ણ દિવસ બનાવો

“એક ભવ્ય જીવન એ માળામાં પરોવાયેલ મોતીની જેમ સારી રીતે જીવાયેલ દિવસોની શ્રેણીથી વિશેષ કંઈ જ નથી. મહત્વપૂર્ણ દિવસો ઘડવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તે ચોક્કસ ભવ્ય જીવન લાવશે.” દરેક દિવસ તેજસ્વી બને તેની ખાતરી માટે અહીં છ રીતો આપી છે :

 ૧.​તમારા જીવનમાં જે ૧૦ વસ્તુઓ માટે તમારે કૃતજ્ઞ હોવું જોઈએ તે લખવાથી તમારા દિવસની શરૂઆત કરો.

 ૨.​તમારી જાતને પ્રેરિત કરવા માટે તથા તમારી દૃષ્ટિને પૂર્વવત કરવા માટે શાણપણભર્યાં સાહિત્યમાંથી વાંચન કરવા માટે ૩૦ મિનિટ કાઢો. 

૩.​તમારા દિવસનું આયોજન કરવા માટે ૫ મિનિટ કાઢો અને એ રીતે એવો મૂડ બનાવો જેમાં તમે બાકીના કલાકો તેમાંથી બહાર રહી શકો. ભલે ગમે તેવા, પરંતુ ૩ નાનાં લક્ષ્યો ગોઠવો જે તમે તે દિવસમાં સિધ્ધ કરશો. 

૪.​તમારી ટોચની અવસ્થામાં રહેવા માટે એક રમતવીર તેનાં જીવનની સૌથી મહત્વની ઘટનાની તૈયારીની તાલીમ વખતે જેવો આહાર લે તેવા પ્રકારનો બ્રેકફાસ્ટ લો અને પુષ્કળ પાણી પીઓ. 

૫.​તમારા દિવસના અંતે તમારી નોંધપોથી લખીને તમે તમારો દિવસ કેવી રીતે પસાર કર્યો તેના પર મનન કરો. તમારી ક્રિયાઓનું મુલ્યાંકન કરો અને તમારે ક્યાં સુધરવું જરૂરી છે તે ક્ષેત્રો શોધી કાઢો. 

૬.​ તમારા દિવસની “નાની ભૂલો” વિશે વિચારો કરીને તમારા દિવસનો અંત ઉચ્ચ જુસ્સા સાથે લાવો. (જેમ કે તમે પાળેલાં વચનો, તમને જે વર્કઆઉટમાં મજા આવી તે, તમે જે સંબંધ બાંધ્યા તે, તમે જે બોધપાઠ શીખ્યા તે અથવા તમારામાં જે આંતરસૂઝ હતી તે.)




Source; ભાગ્ય તમારી મુઠ્ઠીમાં - Robin Sharma

2 comments:

  1. Very good brother 👏👏👏👏💐💐💐💐

    ReplyDelete
  2. Good article easy to implement steps...

    ReplyDelete