એવાં લક્ષ્યો કેવી રીતે ગોઠવવાં જે તેમને પોતાને જ મેળવી લે
•રોબિન શર્મા નું પુસ્તક “ફેમીલી વીઝડમ ફ્રોમ ધ મોન્ક હુ સોલ્ડ હીઝ ફરારી”માં લખ્યું છે તેમ : જે લખી લેવાઈ છે તે બાબતો એવી છે જે થઈ ગયા બરાબર છે. તમારાં લક્ષ્યોને લખી લેવાં તે તમારી ચેતનામાં પ્રજવળી ઉઠે છે અને તેમની આસપાસ તમારી જાગૃતિને ઉત્તેજે છે.
•તેમનું દરરોજ મુલ્યાંકન કરો. જેનું માપ નહીં લેવાય તેમાં નિપુણતા નહીં આવે. દર ત્રણ મહિને તમારાં લક્ષ્યોને ફરી જોઈ જવાં તે નિરર્થક છે. છેવટે ૫ મિનિટ પણ, તેમના પર દરરોજ ધ્યાન આપવું તે સિધ્ધ કરવાની ચાવી છે. આ રીતે, તેમનું સતતપણે મુલ્યાંકન કરી શકાશે અને તમે તેના માર્ગમાં પણ વારંવાર સુધારા કરી શકશો. હું મારાં દરેક લક્ષ્યમાં થયેલ પ્રગતિને રોજીંદા ધોરણે ૧ થી ૧૦ નો ક્રમ આપું છું. આ બાબત મને હું મારા દિવસોમાં શું યોગ્ય કરું છું અને શેમાં સુધારો કરવો જરૂરી છે તેના વિશે એકદમ સજાગ રાખે છે.
•તેમને અન્યો સાથે શેર કરો. માસ્ટર માઇન્ડ સહયોગીઓમાંથી, તમારાં લક્ષ્યો શેર કરવા માટે, તમારી વ્યુહરચનાઓ ચર્ચવા માટે તથા તમારી સફળતા વહેંચવા માટે દર અઠવાડિયે મળવા માટે તમારા વિશ્વાસુ હોય તેવા થોડાકની સૂચી બનાવો.
•તમારાં મનની દૃષ્ટિ મુજબ જીવો. દર સવારે ૫ મિનિટ તમારાં ભવિષ્યની ભવ્ય કલ્પના - તમારી કલ્પનાના મુવી સ્ક્રીન પર તમારાં બધાં લક્ષ્યોનો કુલ સરવાળો - ની છબી નિહાળો. બધી બાબતો બે વખત બને છે : પ્રથમ તમારાં મનનાં ચક્ષુ સમક્ષ અને પછી વાસ્તવિકતામાં.
Source: પુસ્તક: ભાગ્ય તમારી મુઠ્ઠીમાં - રોબિન શર્મા
No comments:
Post a Comment