૨.દર અઠવાડિયે થોડોક સમય કુદરતમાં ગાળો.
૩.જેમની પ્રશંસા કરવી જરૂરી હોય તેમને “પ્રેમ પત્રો” લખો.
૪.દરરોજ ઓછામાં ઓછી દસ મિનિટ સુધી મૌન, એકાંત તથા નીરવતાનો અનુભવ કરો.
૫.જે વસ્તુઓએ તમને બાળક તરીકે ખુશી આપી હોય તે કરો.
૬.કસરત કરવા વિશે ગંભીર બનો કારણ કે તમારાં આરોગ્ય કરતાં વધુ મહત્વનું કંઈ જ નથી.
૭.તમારા વિચારોની સ્પષ્ટતા વધારવા તથા તમારી આંતરદૃષ્ટિને વધુ ગહન કરવા માટે નોંધપોથીમં લખો.
૮.તમારી જાત કરતાં વધુ મોટો ઉદ્દેશ શોધો અને અન્યોને પાછું આપો.
નોંધનીય પ્રશ્નો
૧.તમે ઇચ્છો છો તેવું જીવન બનાવવાથી તમને રોકતાં હોય તેવા સૌથી મોટા ત્રણ અવરોધો કયા છે ?
૨.એવી કઈ ૩ મુખ્ય વસ્તુઓ છે જે તમારી ઊર્જા નીચેવી લે છે અને તમને તમારું શ્રેષ્ઠ જીવન જીવતાં અટકાવે છે ?
૩.એવાં કયાં ૩ જોખમો છે જે તમારે લેવાં જરૂરી છે, પરંતુ તમે જેને ટાળો છો ?
૪.એ કઈ ૫ સૌથી મહત્વની બાબતો છે જે તમે વીતેલાં વર્ષ પાસેથી શીખ્યા ?
૫.તમે તમારાં જીવનને જેવું બનાવવા માંગો છો તેને માટેના ૫ શબ્દો કયા છે ?
No comments:
Post a Comment