Friday, March 18, 2022

તમારાં જીવનમાં સમતોલન પુનઃસ્થાપિત કરવાની ૮ રીતો

 ૧.​દરેક દિવસની શરૂઆતમાં ૬૦ મિનિટનો “પવિત્ર કલાક” રાખો અને તમારાં મન, શરીર, લાગણીઓ તથા આત્માને પોષણ આપો. 

૨.​દર અઠવાડિયે થોડોક સમય કુદરતમાં ગાળો. 

૩.​જેમની પ્રશંસા કરવી જરૂરી હોય તેમને “પ્રેમ પત્રો” લખો. 

૪.​દરરોજ ઓછામાં ઓછી દસ મિનિટ સુધી મૌન, એકાંત તથા નીરવતાનો અનુભવ કરો. 

૫.​જે વસ્તુઓએ તમને બાળક તરીકે ખુશી આપી હોય તે કરો. 

૬.​કસરત કરવા વિશે ગંભીર બનો કારણ કે તમારાં આરોગ્ય કરતાં વધુ મહત્વનું કંઈ જ નથી. 

૭.​તમારા વિચારોની સ્પષ્ટતા વધારવા તથા તમારી આંતરદૃષ્ટિને વધુ ગહન કરવા માટે નોંધપોથીમં લખો. 

૮.​તમારી જાત કરતાં વધુ મોટો ઉદ્દેશ શોધો અને અન્યોને પાછું આપો.

નોંધનીય પ્રશ્નો 

૧.​તમે ઇચ્છો છો તેવું જીવન બનાવવાથી તમને રોકતાં હોય તેવા સૌથી મોટા ત્રણ અવરોધો કયા છે ?

૨.​એવી કઈ ૩ મુખ્ય વસ્તુઓ છે જે તમારી ઊર્જા નીચેવી લે છે અને તમને તમારું શ્રેષ્ઠ જીવન જીવતાં અટકાવે છે ? 

૩.​એવાં કયાં ૩ જોખમો છે જે તમારે લેવાં જરૂરી છે, પરંતુ તમે જેને ટાળો છો ? 

૪.​એ કઈ ૫ સૌથી મહત્વની બાબતો છે જે તમે વીતેલાં વર્ષ પાસેથી શીખ્યા ? 

૫.​તમે તમારાં જીવનને જેવું બનાવવા માંગો છો તેને માટેના ૫ શબ્દો કયા છે ?

Thursday, March 10, 2022

પરિણામ બદલવું હોય, તો પદ્ધતિ બદલવી પડે.

એક ભાઈએ ગેસ સ્ટવ ઉપર તપેલી મુકી. તેમાં દૂધ નાંખ્યું. ચાની પત્તી નાંખી, ખાંડ નાખી, ગેસ ચાલુ કર્યો. ઉભરો આવ્યો એટલે તપેલી ઉતારી, ગળણીથી ગાળીને કપ ભર્યો. કપ મોંએ માંડ્યો. ઘુંટડો ભર્યો. તરત જ મોં બગાડીને બોલી ઉઠ્યા, “અરે રે .... આ તો ‘ચા’ છે. મારે તો કોફી પીવી હતી.”

 ઊભા થઈને બીજી તપેલી લીધી. દૂધ નાંખ્યું. ચાની પત્તી નાંખી, ખાંડ નાંખી, ઉકાળ્યું. ફરીથી કપ ભરી મોંએ માંડ્યો અને વળી પાછા બોલી ઉઠ્યા, “ઓહ નો !! આ તો ચા જ છે. મારે તો કોફી પીવી હતી.” 

આવું ચાર વખત કર્યું, છતાં કોફી ન બની. ‘ચા’ જ બની. શું આ રીતે કોફી બને ? ના, ન બને. 

કોફી બનાવવી હોય તો શું કરવું પડે ? ચાની પત્તીના બદલે કોફી નાંખવી પડે. 

સીધી સાદી અને હસવું આવે તેવી વાત છે. પણ એનો મર્મ ઊંડો છે. મર્મ એ છે કે *- ‘પરિણામ બદલવું હોય, તો પદ્ધતિ બદલવી પડે.’*

તમે જે રીતે કામ કરતા આવ્યા છો, એ જ રીતે કામ કર્યા કરશો તો એ જ પરિણામ મળશે કે જે હંમેશાં મળતું આવ્યું છે.

Source:book : NLP BY રાજીવ ભલાણી